December 19, 2024

Team Indiaનો આ ખેલાડી પાકિસ્તાની ટીમ પર પડશે ભારે

IND vs PAK: આજે T20 વર્લ્ડ કપ 2024ની સૌથી મોટી મેચ રમાવાની છે. આ મેચ પર ભારતીયોની સાથે પાકિસ્તાની લોકોની પણ ખાસ નજર છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના એવા ખેલાડીઓ છે જે પાકિસ્તાનની ટીમ પર ભારી પડશે.

આમને સામને થશે
આજે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને આવશે. મેચ પર દરેક ભારતીયોની નજર છે. આ મેચમાં ભારતીય તરફથી રમનારા ખેલાડીઓ રોહિત શર્મા, રિષભ પંત , વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ પ્રશંસકોના હીરો હશે. પાકિસ્તાન તરફથી ખેલાડી બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન શાહ આફ્રિદી. આ ખેલાડીઓ એકબીજાની ટીમ પર ભારી પડી શકે છે. ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે.

એકલા હાથે હરાવી દેશે
આ મેચ ખૂબ જ રોમાંચક રહેશે. પાકિસ્તાનની ટીમ પણ ચડિયાતી છે. પરંતુ ભારતની ટીમમાંથી વિરાટ કોહલી એક સબકે ભારી છે તેવો છે. વિરાટ કોહલીની ચાહકોની સંખ્યા પણ વધારે છે. પરંતુ તમને ખબર છે કે વિરાટનો પાકિસ્તાન સામે એક શાનદાર રેકોર્ડ છે. જો તમને પણ ખબર પડશે કે આ વિરાટનો કયો રેકોર્ડ છે, તો તમે પણ માની જશો કે વિરાટ એકલા હાથે પાકિસ્તાની ટીમને હરાવી દેશે.

આ પણ વાંચો: ભારત-પાક મેચમાં આ 5 ખેલાડીઓ પર છે ક્રિકેટચાહકોની બાજ નજર

બેટિંગ કરવાની તક
વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 7 મેચ અત્યાર સુધીમાં રમી છે. આમાંથી 5 મેચમાં બેટિંગ કરવાની તક મળી છે. વિરાટ કોહલી આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા તે મેચ હારી ગઈ હતી. T20 વર્લ્ડ કપમાં કોહલીએ પાકિસ્તાન સામે 5 મેચમાં સારી એવરેજથી 308 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે તે ત્રણ વખત પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો હતો. . જો આજની મેચમાં વિરાટ કોહલીનું બેટ કામ કરે છે તો સમજી લો કે આજની મેચમાં વિજ્ય ભારતની ટીમનો છે.