January 19, 2025

આવતીકાલે IND vs PAK વચ્ચે મહામુકાબલો

IND vs PAK: ભારતીય ટીમ આયર્લેન્ડ સામે મેચ જીતી લીધી છે. હવેની મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમાવાની છે. આ પહેલા પિચને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આવો જાણીએ કે કેવી રહેશે આ મેદાનની પીચ.

બંને ટીમો ટક્કર માટે તૈયાર
આવતીકાલે 9 જૂને T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. અત્યાર સુધીના ઈતિહાસમાં પાકિસ્તાન ભારતને એક જ વખત હરાવી શક્યું છે. આ મેચને જોવા માટે ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચનું આયોજનને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. ભારતે આ પહેલાની મેચમાં આયર્લેન્ડને હરાવી દીધું હતું. ત્યારે જાણીએ કેવી રહેશે આ મેદાનની પીચ.

પિચની ચર્ચા
આ વખતે T20 વર્લ્ડ કપ 2024માં કોઈ ચર્ચા રહી તો તે છે પિચની. નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ડ્રોપ ઇન પીચનો ઉપયોગ કરાયો હતો. શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેદાનમાં રમી હતી તે સમયે અહિંયાની પીચમાં બેટિંગ કરવું ખુબ મુશ્કેલ હતું. આ મેચ દરમિયાન ઘણા બેટ્સમેન ઘાયલ થઈ ગયા હતા. જોકે આ મેદાન પર ફાસ્ટ બોલરોનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. ત્યારે આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પણ કંઈક આવું જ તમને જોવા મળી શકે છે.

આ પણ વાંચો: રોહિત પાકિસ્તાન સામે નહીં રમે? બુમરાહની પત્નીની પોસ્ટ વાયરલ

ભારતની ટીમ: હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કીપર), અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ. , યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન, શિવમ દુબે.

પાકિસ્તાન ટીમ: ઈફ્તિખાર અહેમદ, આઝમ ખાન, શાદાબ ખાન,સામ અયુબ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર ઝમાન, શાહીન આફ્રિદી, નસીમ શાહ, મોહમ્મદ આમિર, અબ્બાસ આફ્રિદી, ઉસ્માન ખાન. , ઈમાદ વસીમ, હરિસ રઉફ, બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ.