IND vs PAK: ટોસ જીત્યા પછી પાકિસ્તાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કેમ લીધો?

India vs Pakistan Toss: પાકિસ્તાન ઈન્ડિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાને પહેલા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવો જાણીએ કે આ અંગે મોહમ્મદ રિઝવાને શું કહ્યું.

મોહમ્મદ રિઝવાને મોટો ખુલાસો કર્યો
પાકિસ્તાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કેમ કર્યો હશે તે સવાલના જવાબ પર મોહમ્મદ રિઝવાને કહ્યું, કે “અમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે અહિંયાની પિચ ખૂબ સારી સ્થિતિમાં જોવા મળી રહી છે. . અમારી ટીમ અહીંની પરિસ્થિતિઓથી વાકેફ છે, અમે પહેલા અહીં સારું પ્રદર્શન કર્યું છે. આજે પણ અમે અહિંયા બેસ્ટ કરવા માંગીએ છીએ. અમે પહેલી મેચ હારી છે જેના કારણે અમારે આ મેચ જીતવી જરૂરી છે.

આ પણ વાંચો: IND vs PAK: ભારતને મોટો ઝટકો લાગ્યો, મોહમ્મદ શમી મેદાનની બહાર

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત (પ્લેઇંગ ઇલેવન): શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.

પાકિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): સલમાન અલી આઘા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.