IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, A થી Z સુધી બધું જાણો

IND vs PAK: ભારત – પાકિસ્તાન વચ્ચે આજે મહામુકાબલો થવાનો છે. ટીમ ઈન્ડિયા આજે દુબઈની ધરતી પર પાકિસ્તાનને હાર આપવાનો પૂરો પ્રયત્ન કરશો. આજની મેચમાં તમામની નજર કોહલી અને બાબર પર રહેશે.
પાકિસ્તાન સામે કોહલીનો મજબૂત રેકોર્ડ
પાકિસ્તાનની સામે વિરાટનો સારો રેકોર્ડ રહ્યો છે. તેણે 16 ઇનિંગ્સમાં 678 રન બનાવ્યા છે. સ્ટ્રાઇક રેટ 100 થી વધુ રહ્યો હતો. પાકિસ્તાનને બાબર પાસે આશા છે. પહેલી મેચમાં પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડ સામે પરાજય થયો હતો. આ મેચમાં બાબર આઝમે 64 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાનને આજે મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. જો આવું થતું નથી તો પાકિસ્તાનની ટીમ સેમફાઈનલમાં પહોંચી નહીં શકે. ટીમ ઈન્ડિયાની અપેક્ષા વિરાટ પાસે છે અને પાકિસ્તાનની નજર બાબર પર છે. વિરાટની સાથે ટીમ ઈન્ડિયામાં શુભમન ગિલ, શ્રેયસ ઐયર અને રોહિત શર્મા પણ સારું પ્રદર્શન કરી શકે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ
ભારતે પાકિસ્તાન સામે અત્યાર સુધીમાં 135 વનડે મેચ રમી છે. જેમાં ટીમ ઈન્ડિયાની 57 મેચમાં જીત અને પાકિસ્તાની ટીમે 73 મેચ જીતી છે. પાકિસ્તાનો હાથ વધારે ઉપર હોય તેવું જોવા મળી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈમાં રમાશે. રવિવારે દુબઈમાં સરેરાશ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. તેથી, ખેલાડીઓ તેમજ ચાહકો માટે હવામાન સારું રહેશે.
આ પણ વાંચો: IND vs PAK: ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે સરળતાથી જીત મેળવવા બસ આ કરવું પડશે
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત: રોકેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા,હિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી , શ્રેયસ ઐયર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને હર્ષિત રાણા.
પાકિસ્તાન: સલમાન આઘા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.