IND vs PAK: ભારત માટે સારા સમાચાર, શમી મેદાનમાં ફર્યો પરત

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. પાકિસ્તાનની ટીમે ટોસ જીતે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાને શરૂઆતની ઓવરોમાં મોટો ફટકો પડ્યો છે. જ્યારે મોહમ્મદ શમી ઘાયલ થઈને મેદાન છોડી ગયો. સ્ટાર બોલરનું આ રીતે મેદાનની બહાર રહેવું ચિંતાનો વિષય હતો. પરંતુ થોડી જ વારમા શમી પરત ફર્યો હતો. જેના કારણે ભારતના ક્રિકેટ ચાહકોને હાશકારો લીધો હતો.

આ પણ વાંચો: IND vs PAK: ટોસ હારતાની સાથે જ બન્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ, આંકડા જોઈને ચોંકી જશો

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત (પ્લેઇંગ ઇલેવન): શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.

પાકિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): સલમાન અલી આઘા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.