February 24, 2025

હાર્દિકની ગર્લફ્રેન્ડ અક્ષર પટેલની પત્ની સાથે પાકિસ્તાન સામેની મેચ જોતી મળી જોવા, વીડિયો થયો વાયરલ

IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. પાકિસ્તાન બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નથી. બીજી બાજૂ ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યાએ સારી બોલિંગ કરી હતી. હાર્દિકની ગર્લફ્રેન્ડ પણ મેચ જોવા માટે આવી છે.

આ પણ વાંચો: Champions Trophy 2025: પાકિસ્તાનીઓ પર ભારે પડ્યાં ગુજરાતીઓ, અક્ષર-હાર્દિક-જાડેજાએ ખળભળાટ મચાવ્યો

જાસ્મીન વાલિયા સ્ટેન્ડમાં જોવા મળી
હાર્દિકનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. લોકો મેદાની બહાર પણ હાર્દિકની ચર્ચા કરી રહ્યા છે. જાસ્મીન વાલિયા આ સમયે સ્ટેન્ડમાં જોવા મળી રહી હતી. લોકોમાં ચર્ચા છે કે તે હાર્દિકની ગર્લફ્રેન્ડ છે. અક્ષર પટેલની પત્ની સાથે આ મેચ જોઈ રહી હતી. પંડ્યા અને જાસ્મીનના ડેટિંગની વાત કોઈ નવી નથી. આ પહેલા પણ ઘણી વાર તેની ચર્ચા કરવામાં આવી હતી. પંડ્યા અને જાસ્મીને તેમના સંબંધોની કોઈ હજૂ સુધી પુષ્ટિ થઈ નથી.