IND vs PAK: ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે સરળતાથી જીત મેળવવા બસ આ કરવું પડશે

IND vs PAK: આજની મેચ પર તમામ ક્રિકેટ ચાહકોની નજર ટકેલી છે. ભારતે પહેલી મેચમાં જીત પ્રાપ્ત કરી લીધી છે. પાકિસ્તાને પોતાની પહેલી મેચમાં હાર મળી હતી. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડની ટીમ સામે હાર મળી હતી. જેના કારણે તેમને આજની મેચ જીતવી ખૂબ જરૂરી છે. ટીમ ઈન્ડિયા આજની મેચ જીતે છે તો સેમિફાઇનલ તરફ આગળ વધશે. જો ટીમ ઈન્ડિયા આજની મેચ જીતવા માંગે છે તો એક કામ કરવું પડશે. આવું જાણીએ.
ટીમ ઇન્ડિયાનો વિજય નક્કી છે
ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ આજે દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરીને 280 રન બનાવે છે, તો જીત ચોક્કસ નક્કી છે. આ પીચ પર બેટ્સમેન માટે રમવું ખૂબ અઘરું રહેશે. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરે છે અને 280 રનનો આંકડો પાર કરી લે છે તો પાકિસ્તાનને આ લક્ષ્ય પ્રાપ્ત કરવું મુશ્કેલ બની જાય છે.
આ પણ વાંચો: IND vs PAK: શું ભારત સામે હાર્યા પછી પાકિસ્તાન Champions Trophyથી બહાર થઈ જશે?
બંને ટીમોના 11 ખેલાડીઓ રમવાની શક્યતા
ભારત: શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને હર્ષિત રાણા.
પાકિસ્તાન: સલમાન આઘા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન અને વિકેટકીપર), નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ