IND vs NZ: છૂટાછેડા પછી ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ, ફોટા થયા વાયરલ

Yuzvendra Chahal: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમે સંપૂર્ણ તાકાત બતાવી રહી છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં યુઝવેન્દ્ર ચહલ એક મિસ્ટ્રી ગર્લ’ સાથે જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે થોડા જ દિવસો પહેલા યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડા થયા છે.

આ પણ વાંચો: Champions Trophy 2025: ભારતીય ટીમે બનાવ્યો શાનદાર રેકોર્ડ, આવું કરનારી વિશ્વની પ્રથમ ટીમ બની

ચહલ ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે જોવા મળ્યો
ચહલના છૂટાછેડા થોડા દિવસ પહેલા જ થયા છે. આ પછી તે હાલ ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે દુબઈ પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચહલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ફરી વાર તે ચર્ચામાં આવ્યો છે. છૂટાછેડા પછી, ચહલ દુબઈમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન એક ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે જોવા મળ્યો હતો. જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.