IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં કેવું રહેશે દુબઈનું હવામાન? જાણો

Champions Trophy Final: આજે ચેમ્પિયન્સ ટ્રોફીનો શાનદાર મુકાબલો થવાનો છે. જેમાં ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમ આમને-સામને આવશે. અત્યાર સુધીમાં એક પણ મેચ ટીમ ઈન્ડિયા હાર્યા વગર ફાઈનલમાં પહોંચી છે. હવામાનની પોતાની ખાસ ભૂમિકા છે. આવો જાણીએ કે આજના દિવસે દુબઈમાં હવામાન કેવું રહેશે.

આ પણ વાંચો: IND vs NZ:વિરાટ દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે ઇતિહાસ રચશે, બનાવશે આ રેકોર્ડ

કેવું રહેશે દુબઈનું હવામાન આજે?
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દુબઈમાં વરસાદની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી. વરસાદના કારણે મેચ રદ થાય તેટલો વરસાદ પડવાની કોઈ શક્યતાઓ નથી. રવિવારે એટલે કે આજના દિવસે વરસાદની શક્યતા 10 ટકા છે. 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. જો વરસાદના કારણે મેચ રદ થાય છે તો રિઝર્વ ડેના દિવસે મેચ રમાશે.