IND vs NZ: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ફાઇનલમાં પ્રવેશતાની સાથે જ રચ્યો ઇતિહાસ

IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ફાઈનલ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા ટોસ હારી ગઈ છે અને બોલિંગ કરી રહી છે. આ મેચની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થતાં જ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇતિહાસ રચી દીધો છે. બંને ખેલાડીઓ હવે વિશ્વમાં સૌથી વધુ ICC ફાઇનલ રમનારા ખેલાડીઓ બની ગયા છે. રોહિત અને વિરાટે યુવરાજ સિંહને પણ પાછળ છોડી દીધો છે.

આ પણ વાંચો: આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારે અને ક્યાં રમાશે?

રોહિત-વિરાટ સૌથી વધુ ફાઇનલ રમનારા ખેલાડીઓ બન્યા
ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમ ફાઈનલ મેચ રમી રહી છે. આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થતાં જ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇતિહાસ રચી દીધો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે વિશ્વમાં સૌથી વધુ ICC ફાઇનલ રમનારા ખેલાડીઓ બની ગયા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારત માટે અત્યાર સુધીમાં 9 ફાઇનલ મેચ રમી છે. તમને જણાવી દઈએ કે યુવરાજ સિંહે પોતાની કારકિર્દીમાં 8 ICC ફાઇનલ રમી છે. રોહિત અને વિરાટે હવે યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી નાખ્યો છે.