News 360
Breaking News

IND vs NZ: જો ફાઇનલ મેચ ટાઇ થાય તો કોણ વિજેતા બનશે?

IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે મહામુકાબલો થવાનો છે. બંને ટીમ ફાઇનલ મેચમાં એકબીજા સામે ટકરાશે. બંને ટીમનું પ્રદર્શન અત્યાર સુધીમાં સારું જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયા એક પણ મેચમાં હાર્યા વગર ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે સવાલ એ છે કે જો ફાઇનલ મેચ ટાઇ થાય છે તો વિજેતા કોણ બનશે? આવો જાણીએ.

આ પણ વાંચો: Asian Women’s Kabaddi Championship 2025: ટીમ ઈન્ડિયા ઈરાનને હરાવીને પાંચમી વખત બની ચેમ્પિયન

ફાઇનલ મેચ માટે ભારત ફેવરિટ
વર્ષ 2019માં વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સાથેની મેચ ડ્રો રહી હતી. તે મેચ સુપર ઓવરમાં ગઈ, ત્યારબાદ પણ મેચ ટાઇ રહી. પરિણામે, બાઉન્ડ્રી ગણતરીના નિયમના આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. તે પછી આ નિયમના કારણે ખૂબ વિવાદ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં જો આગામી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ ડ્રો રહે છે તો મેચનું પરિણામ ન આવે ત્યાં સુધી ટીમો સુપર ઓવર રમશે.