March 10, 2025

Champions Trophy 2025: શું જાડેજા ફાઇનલ પછી ODI ક્રિકેટને અલવિદા કહેશે? કોહલીએ આપ્યો સંકેત!

IND vs NZ Final: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ દુબઈમાં રમાઈ રહી છે. કોહલીએ મેદાન પર જાડેજાને ગળે લગાવ્યો હતો. જેનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે એવી ચર્ચાઓ વધી ગઈ છે કે જાડેજા ફાઇનલ સાથે ODI ક્રિકેટને અલવિદા કહી શકે છે.

આ પણ વાંચો:  IND vs NZ: છૂટાછેડા પછી ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ, ફોટા થયા વાયરલ

કોહલીએ જાડેજા સાથે આવું વર્તન કેમ કર્યું?
ભારત અને ન્યુઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચમાં દુબઈના મેદાન પર રમાઈ રહી છે. જાડેજાએ ટાઇટલ મેચમાં શાનદાર સ્પેલ બોલિંગ કરી હતી. જાડજાએ કિવી બેટ્સમેનોને સંપૂર્ણપણે બાંધી રાખ્યા હતા. ઉપરાંત, જાડેજાએ ન્યુઝીલેન્ડના અનુભવી બેટ્સમેન ટોમ લાથમની વિકેટ પણ લીધી હતી. જાડેજાનો સ્પેલ પૂરો થયા પછી, એક અનોખો નજારો જોવા મળ્યો હતો. વિરાટ દોડીને આવ્યો હતો અને જાડેજાને ગળે લગાવ્યો હતો. કોહલીના આ વર્તન બાદ સોશિયલ મીડિયા પર જાડેજાના નિવૃત્તિ અંગે અટકળો વધી ગઈ છે. ચાહકો કોહલીના વર્તનને જાડેજાની નિવૃત્તિ સાથે જોડી રહ્યા છે.