ભારતે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો, ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું; જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યો

India vs New Zealand Final Live Cricket Score: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ 09 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ કિવીઓ સાથે પોતાના 25 વર્ષ જૂનો હિસાબ બરાબર કરી લીધો. ભારતે 12 વર્ષ બાદ ફરી એકવાર ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ફાઈનલમાં પ્રથમ મેચ રમીને ન્યુઝીલેન્ડે 251 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં 6 વિકેટે 254 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 76 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 34 રન બનાવીને અણનમ રહ્યો. 12 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાએ  ટ્રોફી જીતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો છે. ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને ચારેયમાં જીત મેળવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ આપ્યો છે.

PM મોદીએ શુભેચ્છા પાઠવી

ન્યૂઝીલેન્ડે ભારતને 252 રનનો ટાર્ગેટ આપ્યો
ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા હતા. કિવી ટીમ માટે માઈકલ બ્રેસવેલે 40 બોલમાં 53 રનની અણનમ ઈનિંગ રમી હતી. માઇકલે 3 ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતા, જ્યારે ડેરીલ મિશેલે 101 બોલમાં 63 રન બનાવ્યા હતા. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 10 ઓવરમાં 45 રન અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 40 રન આપ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 30 રન અને મોહમ્મદ શમીએ 9 ઓવરમાં 74 રન આપ્યા.

  • 36 બોલમાં 40 રનની જરૂર
    44 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 212 રન છે. ભારતને જીતવા માટે હવે 36 બોલમાં 40 રન બનાવવા પડશે.
  • અક્ષર પટેલ પેવેલિયન પરત ફર્યો
    ભારતીય ટીમે 203ના કુલ સ્કોર પર 42મી ઓવરમાં પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલ 29 રને આઉટ થયો હતો. માઈકલ બ્રેસવેલના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો. કેએલ રાહુલે 41મી ઓવરમાં મિશેલ સેન્ટનર પર જોરદાર સિક્સર ફટકારી હતી.
  • ભારતનો સ્કોર 133/3
    29 ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 133 રન છે. શ્રેયસ અય્યરે 31 બોલમાં 18 રન બનાવ્યા છે. જેમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો.
  • ભારતની ત્રીજી વિકેટ પડી
    ભારતે 27મી ઓવરમાં 122 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. રોહિત શર્મા 83 બોલમાં 76 રન બનાવીને આઉટ થયો હતો. તેને રચિન રવિન્દ્રએ સ્ટમ્પ કર્યા હતા. મેચ હવે સંપૂર્ણપણે પલટાઈ ગઈ છે.

  • ભારતે પોતાની બીજી વિકેટ ગુમાવી
    ભારતની બીજી વિકેટ 20મી ઓવરમાં 106 રન પર પડી હતી. વિરાટ કોહલી માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને માઈકલ બ્રેસવેલે LBW આઉટ કર્યો.
  • ભારતની પ્રથમ વિકેટ પડી
    19મી ઓવરમાં 105 રનના સ્કોર પર ભારતની પ્રથમ વિકેટ પડી હતી. શુભમન ગિલ 50 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન ફિલિપ્સે તેનો શાનદાર કેચ પકડ્યો હતો.
  • રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે 17મી ઓવરમાં 100+ રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે. ગિલે સેન્ટનરના છેલ્લા બોલ પર એક સિંગલ લઈને ઓપનિંગ ભાગીદારીને 100 રન સુધી પહોંચાડી.

  • ભારતની સદી પૂરી થઈ
    ભારતનો સ્કોર 17 ઓવરમાં 100ને પાર કરી ગયો છે. રોહિત શર્માએ 60 બોલમાં 68 રન બનાવ્યા. જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. શુભમન ગિલ 42 બોલમાં 1 છગ્ગાની મદદથી 27 રન બનાવ્યો છે. ભારતને જીતવા માટે હવે 152 રન બનાવવા પડશે.

  • રોહિત શર્માની અડધી સદી, ભારતનો સ્કોર 65/0
    રોહિત શર્માએ ફક્ત 41 બોલમાં અડધી સદી ફટકારી છે. તે 41 બોલમાં 50 રન પર છે. 11 ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 65 રન છે. આઠમી ઓવરમાં, રોહિત શર્માએ નાથન સ્મિથના બોલ પર 3 બાઉન્ડરી ફટકારી. તેણે ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી. પછી તેણે ચોથા અને છઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકાર્યો.
  • ટી-20 ફોર્મેટની જેમ રમી રહ્યો છે રોહિત, ભારતનો સ્કોર 64/0
    ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટી20 ફોર્મેટની જેમ રમી રહ્યો છે. તેણે 35 બોલમાં 47 રન પૂરા કર્યા છે. અત્યાર સુધીમાં શર્માએ 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. શુભમન ગિલ 13 બોલમાં 7 રન બનાવીને રમતમાં છે.
  • ભારતનો સ્કોર 40/0
    રોહિત શર્માએ 16 બોલમાં 20 રન કર્યાં, શર્માએ 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા છે. શુભમન ગિલ આઠ બોલમાં 5 રન પર છે.
  • રોહિતે જેમીસન પર સિક્સર ફટકારી
    પ્રથમ ઓવરમાં કુલ 9 રન આવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ કાયલ જેમિસન પર સિક્સર ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. ન્યૂઝીલેન્ડે ભારતને 252 રનનો ટાર્ગેટ આપ્યો છે. હિટમેન છ બોલમાં 8 રન બનાવ્યા હતા.

જો આપણે ન્યુઝીલેન્ડની વાત કરીએ તો, તેઓએ પણ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાંથી તેઓએ 3 જીતી છે અને એક હારનો સામનો કરવો પડ્યો છે. એ હારનો સામનો ભારત સામેની મેચમાં જ થયો હતો. ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જ્યારે ન્યુઝીલેન્ડે બીજા સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

  • ડેરીલ મિશેલ આઉટ
    ડેરીલ મિશેલ 101 બોલમાં 63 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને આઉટ થયો હતો. આ ઇનિંગ દરમિયાન તેણે માત્ર ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
  • ડેરિલ મિશેલની અડધી સદી
    ડેરિલ મિશેલે 91 બોલમાં એક ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી. 42 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર 5 વિકેટે 178 રન થયા છે.
  • ગ્લેન ફિલિપ્સ બોલ્ડ, ન્યુઝીલેન્ડનો સ્કોર 171/5
    ડેરીલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સ વચ્ચેની ભાગીદારી તૂટી ગઈ છે. વરુણ ચક્રવર્તીએ ફિલિપ્સને બોલ્ડ કર્યો હતો. તે 52 બોલમાં 34 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ન્યૂઝીલેન્ડે 38મી ઓવરમાં 165 રનમાં પાંચમી વિકેટ ગુમાવી હતી.
  • ન્યુઝીલેન્ડની ચોથી વિકેટ પડી, ન્યુઝીલેન્ડનો સ્કોર 136/4
    ન્યૂઝીલેન્ડે 24મી ઓવરમાં 108 રનના કુલ સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી. રવિન્દ્ર જાડેજાએ ટોમ લેથમને LBW આઉટ કર્યો. તે 30 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. 28 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 136 રન છે. કિવી બેટ્સમેનો ભારતીય સ્પિનરો સામે સંઘર્ષ કરી રહ્યા છે.
  • ન્યુઝીલેન્ડનો સ્કોર 85/3
    16 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 3 વિકેટે 85 રન થયા છે. ડેરીલ મિશેલ 25 બોલમાં એક ફોર સાથે 10 રન અને ટોમ લેથમ 5 બોલમાં 3 રન બનાવ્યા છે.
  • ન્યુઝીલેન્ડનો સ્કોર 81/3
    14 ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર 3 વિકેટે 81 રન છે. ડેરીલ મિશેલ 17 બોલમાં 08 રન બનાવ્યા છે. ટોમ લેથમ એક રન પર છે.
  • ન્યૂઝીલેન્ડની ત્રીજી વિકેટ પડી
    ન્યુઝીલેન્ડની ત્રીજી વિકેટ 13મી ઓવરમાં 75ના કુલ સ્કોર પર પડી હતી. કુલદીપ યાદવે કેન વિલિયમસનને આઉટ કર્યો હતો. તે 14 બોલમાં 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કિવી ટીમે માત્ર 18 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે.
  • ન્યૂઝીલેન્ડે પોતાની બીજી વિકેટ ગુમાવી
    ન્યૂઝીલેન્ડની બીજી વિકેટ 11મી ઓવરના પહેલા બોલ પર પડી હતી. કુલદીપ યાદવે રચિન રવિન્દ્રને બોલ્ડ કર્યો હતો. તે 29 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. કિવી ટીમે 69 રનમાં બીજી વિકેટ ગુમાવી હતી.

  • ન્યૂઝીલેન્ડે પોતાની પહેલી વિકેટ ગુમાવી
    કિવી ટીમની પ્રથમ વિકેટ 8મી ઓવરમાં 57ના સ્કોર પર પડી હતી. વરુણ ચક્રવર્તીએ વિલ યંગને LBW આઉટ કર્યો હતો. તે 23 બોલમાં 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
  • ન્યુઝીલેન્ડનો સ્કોર 46/0
    વરુણ ચક્રવર્તીએ છઠ્ઠી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં 9 રન આવ્યા હતા. 6 ઓવર પછી, ન્યુઝીલેન્ડનો સ્કોર કોઈ વિકેટ વિના 46 રન છે. રચિન રવિન્દ્ર 18 બોલમાં 28 રન પર છે. તેણે 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા છે.
  • ન્યુઝીલેન્ડનો સ્કોર 37/0
    પાંચમી ઓવર પણ ખૂબ મોંઘી હતી. આ ઓવરમાં મોહમ્મદ શમીએ 11 રન આપ્યા. તેના પર રચિન રવિન્દ્રએ બે ચોગ્ગા ફટકાર્યા હતા. 5 ઓવર પછી કીવી ટીમનો સ્કોર કોઈ વિકેટ વિના 37 રન થઈ ગયો છે. વિલ યંગ 10 અને રચિન રવિન્દ્ર 25 રન થયા છે.
  • રચિન રવિન્દ્રએ હાર્દિક પર 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા
    ચોથી ઓવર ખૂબ મોંઘી હતી. હાર્દિક પંડ્યાએ આ ઓવરમાં 16 રન આપ્યા. રચિન રવિન્દ્રએ તેની બોલ પર એક છગ્ગો અને બે ચોગ્ગા ફટકાર્યા. 4 ઓવર પછી, કિવી ટીમનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 26 રન છે. વિલ યંગ 08 અને રચિન રવિન્દ્ર 16 રન બનાવીને રમતમાં છે. બે ઓવર પછી, ન્યુઝીલેન્ડે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 6 રન બનાવ્યા. રચિન 5 બોલમાં 1 રન બનાવી રહ્યા છે અને વિલ યંગ 7 બોલમાં 4 રન બનાવી રહ્યા છે.

પ્લેઇંગ ઇલેવન
ન્યુઝીલેન્ડ (પ્લેઈંગ ઈલેવન): વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમીસન, વિલિયમ ઓરોર્ક, નાથન સ્મિથ.

ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.