વિરાટ તોડશે સેહવાગ અને પૂજારાના રેકોર્ડ
Virat Kohli: બાંગ્લાદેશને ટેસ્ટ અને T20માં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનો સામનો ન્યુઝીલેન્ડ સાથે છે. ઘરઆંગણે કિવી ટીમ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ સિરીઝની શરુઆત 16 ઓક્ટોબરે શરૂ થશે. આ મેચ દરમિયાન વિરાટ કોહલી એક ખાસ ક્લબમાં સામેલ થઈ શકે છે.
કોહલી બેંગલુરુ જવા રવાના
વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ માટે બેંગલુરુ જવા રવાના થઈ ગયો છે. રોહિત પણ આ મેચ માટે રવાના થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં કોહલી 1000ની સ્પેશિયલ ક્લબમાં સામેલ થઈ શકે છે. પરંતુ તેના માટે તેને 134 રન બનાવવા પડશે. વિરાટે અત્યારે સુધીમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં 866 રન બનાવ્યા છે. વિરાટ બેંગલુરુ ટેસ્ટમાં 134 રન બનાવવામાં સફળ થશે તો તે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં 1000 રન બનાવનાર ત્રીજો ભારતીય ખેલાડી બની જશે.
ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય
રાહુલ દ્રવિડ- 1659 રન
ચેતેશ્વર પૂજારા- 867 રન
વિરાટ કોહલી- 866 રન
સચિન તેંડુલકર- 1595 રન
વિરેન્દ્ર સેહવાગ- 883 રન
આ પણ વાંચો: IPL 2025માં રોહિત શર્મા પર કરોડોનો વરસાદ થશે?
પૂજારા અને સેહવાગને પાછળ છોડી દેશે
ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ પાંચમાં સ્થાને છે. ચોથા સ્થાન પર ચેતેશ્વર પૂજારા છે. જેના નામ 867 રન છે. જ્યારે સેહવાગના નામે 883 રન છે. આવી સ્થિતિમાં વિરાટ 18 રન બનાવશે તો પણ તે પૂજારા અને સેહવાગને પાછળ છોડી દેશે