December 23, 2024

IND vs ENG Weather Update Live: ભારત-ઈંગ્લેન્ડની ટક્કર વચ્ચે ગુયાનાનું હવામાન કેવું છે?

IND vs ENG Weather Update Live: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલની મેચ થોડી જ કલાકમાં શરૂ થવાની છે. આ મેચ આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. ત્યારે આવો જાણીએ કે અત્યારે ગુયાનાનું હવામાન કેવું છે.

અત્યારે કેવું છે હવામાન?
અત્યારે વરસાદ તો નથી પરંતુ હાલ વાદળછાયું વાતાવરણ છે. આ મેચ ટાઈમ ટું ટાઈમ શરૂ થશે કે નહીં તે કેવું હાલ મુશ્કેલ જણાઈ રહ્યું છે. Accuweather અનુસાર, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલની શરુઆતમાં વિલંબ થવાની સંભાવના વધારે છે. હાલ વરસાદ નથી પરંતુ હજુ પણ 2 કલાકથી વધારે સમય બાકી છે તો વરસાદ હજૂ પણ મજા બગાડી શકે છે.

કરોડો ચાહકોની નજર આજની મેચમાં
દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલ પછી હવે આજની બીજી મેચ પર કરોડો ક્રિકેટ ચાહકોનું નજર છે. આજે સાંજે ભારતીય સમય પ્રમાણે 8 વાગ્યાના આ મેચ છે. પ્રથમ સેમિફાઇનલ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયા અને ટીમ ઈંગ્લેન્ડનો હવે મુકાબલો છે. આ મેચ દરમિયાન વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારે ગયાનાના હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમનું ટેન્શન વધી રહ્યું છે.

આ પણ વાંચો: …તો ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલ મેચ રમશે, આજની મેચમાં વરસાદની 90 ટકા શક્યતા

સંભવિત 11 ખેલાડી

ભારત: સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર),કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.

ઈંગ્લેન્ડ: જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપલી.