January 22, 2025

…તો ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલ મેચ રમશે, આજની મેચમાં વરસાદની 90 ટકા શક્યતા

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચ ગયાનાના સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે આજે સાંજે 8 વાગ્યાના આ મેચ રમાશે. આ મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. જો મેચ દરમિયાન વરસાદ પડે છે તો ટીમ ઈન્ડિયાને ચોક્કસ ફાયદો થશે. ત્યારે આવો જાણીએ કેવું રહેશે ગયાનાનું આજનું હવામાન.

કરોડો ચાહકોની નજર આજની મેચમાં
દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલ પછી હવે આજની બીજી મેચ પર કરોડો ક્રિકેટ ચાહકોનું નજર છે. આજે સાંજે ભારતીય સમય પ્રમાણે 8 વાગ્યાના આ મેચ છે. પ્રથમ સેમિફાઇનલ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ત્યારે હવે ટીમ ઈન્ડિયા અને ટીમ ઈંગ્લેન્ડનો હવે મુકાબલો છે. આ મેચ દરમિયાન વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારે ગયાનાના હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમનું ટેન્શન વધી રહ્યું છે.

આ પણ વાંચો: IND vs AUS મેચ પર મોટો ખતરો, જો મેચ રદ થશે આ ટીમને નુકસાન

ગયાના હવામાન પર નવી અપડેટ્સ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ ગયાનામાં રમાવાની છે. જેમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેચ દરમિયાન વરસાદની 90 ટકા શક્યતા છે. આ સમાચાર ટીમ ઈન્ડિયા માટે ગૂડ કહી શકાય, પરંતુ ટીમ ઈંગ્લેન્ડ માટે ટેન્શન વધારી દીધું છે. જો મેચમાં વરસાદ પડે અને મેચ રદ્દ થાય તો ટીમ ઈન્ડિયા સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. ખાસ વાત એ છે કે સેમીફાઈનલ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.