January 22, 2025

IND vs ENG: દિનેશ કાર્તિકે પંતને સર્વશ્રેષ્ઠ ફિલ્ડર માટે આપ્યો મેડલ

IND vs ENG: દિનેશ કાર્તિકે ભલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય પરંતુ તે હજુ પણ કોમેન્ટ્રી થકી ક્રિકેટ જગત સાથે જોડાયેલા છે. આ વચ્ચે બીસીસીઆઈએ કાર્તિકનો એક વીડિયો પોતાના પ્લેટફોર્મ પર શેર કર્યો છે. આવો જાણીએ કે આ વીડિયોમાં શું છે.

ફાઇનલમાં જગ્યા બનાવી
ભારતની T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં જીત થઈ છે. આ મેચ દરમિયાન શાનદાર ફિલ્ડિંગ કરવા બદલ રિષભ પંતને બેસ્ટ ફિલ્ડર મેડલ અપાયો છે. રિષભ પંતને આ મેડલ ભૂતપૂર્વ વિકેટકીપર દિનેશ કાર્તિકે આપ્યો છે. પંતને મેડલને આપવા માટે ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે આપ્યો હતો. કાર્તિકે આ સમયે ખાસ વાત કહી હતી. જેમાં તેમણે વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી તે વિશેની વાત કરી હતી. આ બાદ તેણે ભારતીય ટીમના ખેલાડીઓના વખાણ કર્યા. તેણે રોહિત અને રાહુલ દ્રવિડના વખાણ પણ કર્યા છે. કાર્તિકના આવવાના કારણે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ખૂબ ખુશ અને ઉત્સાહિત જોવા મળ્યા હતા. આ દરમિયાન બધાએ તાળીઓ પાડી અને નજારો જોવા જેવો હતો. કાર્તિકે પંતને મેડલ અર્પણ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

આ પણ વાંચો: …તો ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલ મેચ રમશે, આજની મેચમાં વરસાદની 90 ટકા શક્યતા

ભારતનો રેકોર્ડ
T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ પાંચમી સેમિફાઇનલ હતી. આ પહેલાં ચાર સેમિફાઇનલમાંથી ટીમ ઈન્ડિયાએ બેમાં જીત મેળવી હતી અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને છેલ્લી બે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 2022માં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને સેમિફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. જો કે, 2016માં વિન્ડીઝ અને 2022માં ઈંગ્લેન્ડે તેનો સરળતાથી પીછો કર્યો હતો. આ સિવાય 2007 અને 2014માં ભારતીય ટીમ સેમીફાઈનલ મેચ જીતવામાં સફળ રહી હતી.