May 19, 2024

રોહિત શર્માથી પાછળ રહી જશે ભારતના આ મોટા કેપ્ટન?

અમદાવાદ: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી જોરદાર પ્રદર્શન કર્યું છે. હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ આ સિરીઝમાં હાલમાં 2-1થી આગળ છે. રાજકોટ રમાયેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 434 રનથી ભવ્ય જીત હાંસલ કરી હતી. પરંતુ આ મેચ દરમિયાન દરેક લોકોનું ધ્યાન રોહિત શર્મા ખેંચ્યું હતું.

મોટો રેકોર્ડ
રોહિત શર્માની અત્યાર સુધીની વાત કરવામાં આવે તો તેણે ટેસ્ટમાં 11 સદી ફટકારી છે. કેપ્ટન તરીકે પણ તેણે 3 ટેસ્ટ સદી ફટકારી હતી. ટેસ્ટ મેચ જીતીને તેણે સદી ફટકારનાર ભારતીય કેપ્ટનોની યાદીમાં તે ત્રીજા સ્થાને આવી ગયો છે. મહત્વની વાત એ છે કે એમએસ ધોનીના રેકોર્ડને તોડવાની તક પણ તેમની પાસે છે. મોહમ્મદ અઝહરુદ્દીને પણ કેપ્ટન તરીકે ટેસ્ટ મેચ જીતવામાં 4 સદી ફટકારી હતી. એમએસ ધોનીની વાત કરવામાં આવે તો તેણે પોતાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને 27 ટેસ્ટમાં જીત અપાવી હતી.

વિરાટ કોહલી આગળ
ટેસ્ટ મેચ જીતીને સદી ફટકારનાર ભારતીય કેપ્ટનોની યાદીમાં વિરાટ કોહલી નામ મોખરે છે. 68 ટેસ્ટ મેચોમાં વિરાટ કોહલીએ કેપ્ટનશીપ કરી છે. 68 ટેસ્ટ મેચમાંથી 40 જીત વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં મળી છે. 11 સદી – વિરાટ કોહલી, 4 સદી – મોહમ્મદ અઝહરુદ્દીન, 4 સદી – એમએસ ધોની, 3 સદી – રોહિત શર્મા, 3 સદી – સુનીલ ગાવસ્કર, 3 સદી – સૌરવ ગાંગુલી આ ખેલાડીઓના કેપ્ટનશીપમાં એટલી સદી ફટકારી છે.

સૌથી સફળ બોલર
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રાંચીમાં રમાનાર ચોથી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ રાંચી ટેસ્ટમાં નહીં રમે. જોકે 5 ટેસ્ટ શ્રેણીની પ્રથમ 3 મેચમાં જસપ્રીત બુમરાહએ જોરદાર પ્રદર્શન કર્યું છે. જો જસપ્રીત બુમરાહ મેચ નહીં રમે તો તેનો ફાયદો ઈંગ્લેન્ડની ટીમ ઉઠાવી શકે છે.