અર્શદીપ સિંહ IND vs ENGની સિરીઝમાં તોડી શકે છે આ રેકોર્ડ

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી 5 મેચની T20ની સિરીઝ શરુ થવાની છે. જેમાં રોહિત શર્મા પોતાનું પ્રદર્શન સુધારવા માટે પ્રયત્ન કરશે. જોકે તે માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત હજૂ થઈ નથી. અર્શદીપ સિંહ આ મેચમાં એક રેકોર્ડ તોંડી શકે છે. આવો જાણીએ કે આ રેકોર્ડ કયો છે.
આ પણ વાંચો: 90 લાખના કેચનો વીડિયો વાયરલ, જાણો કેમ કેચ માટે આપવામાં આવે છે લાખોનું ઈનામ
અર્શદીપ સિંહ તોડશે આ રેકોર્ડ
T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર હાલમાં અર્શદીપ સિંહ છે. તેના નામે 95 વિકેટ છે. જો તે આવનારી સિરીઝમાં પાંચ વિકેટ લેવામાં સફળ થાય છે તો તે આ ફોર્મેટમાં 100 વિકેટ લેનારો ભારતનો પ્રથમ બોલર બની જશે. આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય યુઝવેન્દ્ર ચહલ છે. તેને પાછળ છોડવા માટે તેને 2 વિકેટની જરૂર છે.