નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ખેલાડીની જોવા મળશે શાનદાર ઇનિંગ્સ
IND vs ENG 3rd ODI Ahmedabad: અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર ODI મેચ કરવા માટે તૈયાર છે. આવતીકાલે આ મેચનું આયોજન થવાનું છે. અમદાવાદમાં ઘણા સમયથી ક્રિકેટ રમાઈ રહી ના હતી. જેનું કારણ એ છે કે સ્ટેડિયમનું નવીનીકરણ ચાલી રહ્યું હતું. જેના કારણે ઘણા સમયથી મેચ રમાઈ રહી નઆ હતી. આ મેચમાં આપણે રોહિતનું શાનદાર પ્રદર્શન જોઈ શકીશું. કારણ કે તેણે આ મેદાનમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
આ પણ વાંચો: IND Vs ENGની 3જી ODI રમાશે અમદાવાદમાં, ક્યારે અને કેવી રીતે લાઈવ જોશો?
અમદાવાદમાં સૌથી વધુ રન બનાવ્યા
રોહિત શર્માએ અમદાવાદમાં સૌથી વધુ રન બનાવ્યા છે. રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની બીજી ODI મેચમાં રોહિતે વાપસી કરી છે અને તેના પર થઈ રહેલી ચર્ચાનો અંત લાવી દીધો છે. રોહિતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે તે ખરેખરે કેપ્ટન તરીકે લાયક છે. રોહિત ફરી ફોર્મમાં આવી રહ્યો છે. ત્યારે આવતીકાલે રમનારી મેચમાં પણ તેના ચાહકો આશા રાખી રહ્યા છે કે તેનું ખાસ પ્રદર્શન જોવા મળે. તમને જણાવી દઈએ કે અમદાવાદના આ સ્ટેડિયમમાં રોહિત શર્માએ ત્રણ અડધી સદી ફટકારી છે. જોકે ખાસ વાત તો એ છે કે તે એક પણ સદી ફટકારવામાં આ મેદાનમાં હજૂ સફળ રહ્યો નથી. આશા છે કે આવતીકાલે રમાશે તે મેચમાં તેમાં તે સફળ થાય રોહિત શર્મા અહીં વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. રોહિતે અહીં 7 ODI મેચમાં 354 રન બનાવ્યા છે.