December 22, 2024

IND vs BAN: વિરાટ કોહલી બનાવી શક્યો નથી મોટો રેકોર્ડ, હજુ પણ 35 રન દૂર

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ મેચનું આયોદન ચેન્નાઈમાં કરવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે. પરંતુ કોહલી આ મેચમાં એક શાનદાર રેકોર્ડ બનાવવાથી હજૂ દૂર છે. હવે આગામી મેચમાં રેકોર્ડ બની શકે છે. વિરાટ કોહલીને તેના 27000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવા માટે માત્ર 58 રનની જરૂર હતી. પરંતુ આ મેચ દરમિયાન તે માત્ર 23 રન બનાવવામાં સફળ રહ્યો હતો. હવે તેને 35 રનની જરૂર પડશે.

વિરાટ કોહલી ફ્લોપ રહ્યો
બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી સંપૂર્ણ રીતે ફ્લોપ જોવા મળ્યો હતો. વિરાટે આ મેચની પ્રથમ ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા, તે બીજી ઇનિંગમાં તેણે 17 રન બનાવ્યા હતા. તમામને આ મેચમાં વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગની આશા હતી, પરંતુ વિરાટ કોહલીનું ફ્લોપ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. વિરાટ કોહલીએ આ મેચમાં 58 રન બનાવ્યા હોત તો તેણે માત્ર 593 ઇનિંગ્સમાં 27000 રન પૂરા કરવામાં સફળ રહ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે તે 623 ઇનિંગ્સમાં 27000 રન પૂરા કર્યા છે.

આ પણ વાંચો: IND vs BAN: બુમરાહે ત્રીજી વિકેટ લીધી, બાંગ્લાદેશની ટીમ ઓલઆઉટની નજીક

લાંબા સમય બાદ વિરાટની વાપસી
વિરાટ કોહલી લાંબા સમય બાદ ટેસ્ટ જર્સીમાં રમતા જોવા મળ્યો છે. વિરાટ કોહલીએ તેની છેલ્લી ટેસ્ટ મેચ જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. હવે 8 મહિના પછી ફરી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ક્રિકેટ ચાહકોને આશા છે કે હવે તે ફરી પુનરાગમન કરી શકે છે.