December 26, 2024

IND vs BAN: ત્રીજી T20 મેચમાં ટીમ ઇન્ડિયા બદલાશે?

India vs Bangladesh 3rd T20I Match: બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ત્રણ T20 મેચની સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 12 ઓક્ટોબરના રમાશે. આ મેચ માટે બંને ટીમ હૈદરાબાદમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા પહેલી સિરીઝ જીતી ચૂકી છે. આ દરમિયાન આગામી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફાર થઈ શકે છે.

પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે
આ સિરીઝ માટે અગાઉ તિલક વર્માનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. શિવમ દુબેના આઉટ થવાને કારણે તેને તક મળી હતી. શિવમ દુબે પણ પ્લેઈંગ ઈલેવનમાં રમવાની રાહ જોઈ રહ્યો છે. જીતેશ શર્માને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ફરીથી તક આપવામાં આવી શકે છે. સૂર્યકુમાર યાદવ આ તમામ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે. બાંગ્લાદેશના પ્રદર્શનની વાત કરવામાં આવે તો અત્યાર સુધીની બે મેચમાં પ્રદર્શન એવું નથી કે તે ત્રીજી મેચ જીતી શકે તેવું લાગે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…

બાંગ્લાદેશ સામેની ટી20 શ્રેણી માટે ભારતની ટીમ:
રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રેયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર ), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ, તિલક વર્મા.