January 23, 2025

ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં ટેસ્ટ સિરીઝની તૈયારીઓ કરી શરુ, જોવા મળ્યો નવો સભ્ય

IND vs BAN: ભારતીય ક્રિકેટ ટીમની આગામી હોમ સિઝન 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ સાથે શરૂ થશે. આ બાદ ટીમ ઈન્ડિયા ઓક્ટોબર મહિનામાં ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા માટે બંને ટેસ્ટ સિરીઝ ખૂબ જ ખાસ છે. બાંગ્લાદેશ સામે જાહેર કરાયેલી પ્રથમ ટેસ્ટ સિરીઝ માટે ચેન્નાઈ પહોંચ્યા છે. ન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ ટેસ્ટ સિરીઝની તૈયારીઓ આદરી દેવામાં આવી છે.

કોચની જવાબદારી સંભાળી
ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ઘરઆંગણે તેની છેલ્લી ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચ રમાઈ હતી. જેની છેલ્લી મેચ માર્ચમાં રમાઈ હતી. આ સમયે ટીમ ઈન્ડિયાનો કોચિંગ સ્ટાફ અલગ હતો. T20 વર્લ્ડ કપ 2024 પુર્ણ થતાની સાથે તે કોચનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. હવે ટીમ ઈન્ડિયા નવા કોચિંગ સ્ટાફ હેઠળ ટેસ્ટ મેચ રમશે. બોલિંગ કોચની જવાબદારી દક્ષિણ આફ્રિકાની ટીમના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર મોર્ને મોર્કેલને સોંપવામાં આવી છે. તેમના નામની જાહેરાત ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસના અંત પછી બીસીસીઆઈ દ્વારા કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનો સૌથી ફિટ ખેલાડી કોણ છે? બુમરાહે જવાબ આપ્યો કે…

સોશિયલ મીડિયા પર પોસ્ટ
ચેન્નાઈમાં શરૂ થયેલા ટીમ ઈન્ડિયાના ટ્રેનિંગ કેમ્પની કેટલીક તસવીરો BCCI દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં મોર્કેલની સાથે અભિષેક નાયર આસિસ્ટન્ટ કોચની ભૂમિકા નિભાવી રહ્યો છે. તમામની નજર હવે ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીના પ્રદર્શન પર જોવા મળી રહી છે. કોહલીના પ્રદર્શનની વાત કરવામાં આવે તો તેણે 6 મેચમાં 54.63ની એવરેજથી 437 રન બનાવ્યા છે.