IND vs BAN: બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ઘણો મજબૂત, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ
IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 06 ઓક્ટોબરે રમાવાની છે. ટીમ ઈન્ડિયા હાલ સંપુર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચને લઈને જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. આવનારી મેચને લઈને ક્રિકેટ ચાહકોને આશા છે આ વખતની મેચ પણ ટીમ ઈન્ડિયા જીતે. પરંતુ ખરેખર વાત તો એમ છે કે ટીમ ઈન્ડિયા સામે વાળી ટીમને હળવાશથી લેવાની ભૂલ નહીં જ કરે. આવો ત્યારે જાણીએ બંને ટીમના હેડ ટુ હેડ આંકડાઓ.
T20માં ભારત VS બાંગ્લાદેશનો રેકોર્ડ
T20 ઈન્ટરનેશનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં ટોટલ 14 મેચ રમાઈ છે. જ્યાં ટીમ ઈન્ડિયાની વધારે વખત જીત છે. ટીમ ભારતે 14 મેચમાંથી 13 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. એક જ એવી મેચ છે જેમાં બાંગ્લાદેશની ટીમની જીત થઈ છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશની ટીમ માટે પણ મેચને જીતવી સરળ નહીં હોય. બીજી બાજૂ ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ભારતીય ટીમ હજૂ પણ જીત મેળવવા માટે સખત મહેનત કરશે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત
T20 શ્રેણી માટે બંને ટીમોની ટીમ
ભારત:રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટ કીપર), વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટ કીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ, તિલક વર્મા.
બાંગ્લાદેશ: તૌહીદ હૃદોય, મહમૂદ ઉલ્લાહ, ઝેકર અલી અનિક, મેહદી હસન મિરાજ,લિટન દાસ, તનજીદ હસન તમીમ, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ અને તનજીમ હસન સાકિબ.