September 20, 2024

IND vs BAN: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો ચેન્નાઈમાં જમાવડો, વિરાટનો વીડિયો વાયરલ

Virat Kohli: ભારત અને બાંગ્લાદેશની ટીમ 19 સપ્ટેમ્બરથી પ્રથમ ટેસ્ટમાં આમને-સામને આવશે. ત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચેન્નાઈ પહોંચી ગયા છે. પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટ્રેનિંગ કેમ્પમાં જોડાશે. ભારતીય ક્રિકેટરો બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝ માટે ચેન્નાઈ પહોંચવાનું શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે પંત, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓ ચેન્નાઈ પહોંચી ગયા છે. વિરાટ કોહલી આજે પહોંચી ગયો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એરપોર્ટની બહાર નીકળતો જોવા મળ્યો
સ્ટાર ખેલાડી જસપ્રિત બુમરાહ, પંત અને કેએલ રાહુલ એરપોર્ટ પર ટીમની બસમાં ચઢતા જોવા મળ્યા હતા. આજ સમયે વિરાટ પણ કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટની બહાર નીકળતો જોવા મળ્યો હતો. BCCIએ આ સિરીઝની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. જેમાં 16 ખેલાડીઓને સ્થાન અપાયું છે. આ વર્ષે કોહલીનું ફોર્મ કંઈ ખાસ જોવા મળ્યું નથી. કોહલી T20 વર્લ્ડ કપમાં પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. કોહલી પાસે હવે આ સિરીઝમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની તક હશે.

આ પણ વાંચો: PM મોદી પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા

ભારતીય ટીમઃ વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીન), રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ,ધ્રુવ જુરેલ (વિકેટે), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, મોહમ્મદ. સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.

બાંગ્લાદેશની ટીમ: મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, મેહદી મિરાજ, ઝખાર અલી અનિક, તસ્કીન અહેમદ, નઝમુલ શાંતો (કેપ્ટન), શાદમાન ઇસ્લામ, ઝાકિર હસન, મોમિનુલ હક, હસન મહમૂદ, નાહીદ રાણા, તૈજુલ ઈસ્લામ, મહમુદુલ હસન જોય, નઈમ હસન, ખાલિદ અહેમદ.