IND vs BAN: ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ભારતીય ખેલાડીઓને રોહિતની સેનામાં કરાયા સામેલ
IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. BCCIએ પહેલી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. રિષભ પંત પહેલી વખત ટેસ્ટ મેચ રમતો જોવા મળશે. યશ દયાલ પહેલી વખત ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ ટેસ્ટમાં સામેલ કરવામાં આવ્યો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. ચેન્નાઈમાં રમાનારી પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. રિષભ પંત કાર અકસ્માત પછી ટીમ ભારત માટે રમતા જોવા મળશે. અંદાજે 15 મહિના પછી પંત ક્રિકેટ મેદાનમાં પરત ફરશે. છેલ્લે તે માર્ચમાં તે આઈપીએલ રમ્યો હતો. તે ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો.
આ પણ વાંચો: રિષભ પંતે પોતાની હરકતોથી ફરી જીત્યું ફેન્સનું દિલ, વીડિયો વાયરલ
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.