December 25, 2024

ગિલને બાંગ્લાદેશ સામેની T20 સિરીઝમાં તક આપવામાં કેમ નહીં આવે?

IND vs BAN: શુભમન ગિલને બાંગ્લાદેશ T20I શ્રેણી માટે આરામ આપવામાં આવશે. શુભમન ગિલને બાંગ્લાદેશ સામેની T20 સિરીઝમાં તક આપવામાં નહીં આવે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. ત્યારે હવે તમને સવાલ થતો હશે કે જાણો શા માટે શુભમન ગિલ ટીમ ઈન્ડિયામાંથી બહાર રાખવામાં આવ્યો છે? આવો જાણીએ.

આરામ આપવામાં આવશે
ગિલને લઈને અલગ અલગ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ગિલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો નથી. તેને આરામ આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલની જગ્યાએ ઈશાન કિશનને તક આપવામાં આવી શકે છે. વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન બાંગ્લાદેશ સામેની T20 સીરીઝથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરતો જોવા મળી શકે છે. ઈશાન હાલ દુલીપ ટ્રોફીમાં રમી રહ્યો છે. જેમા તેનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: IND vs BAN: પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર કોણ હશે?

બેવડી સદી પણ ફટકારી
ઈશાન કિશન લગભગ 10 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર જોવા મળી રહ્યો છે. તે છેલ્લે નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ રમ્યો હતો. અત્યાર સુધીમાં ઈશાન ભારત માટે 2 ટેસ્ટ, 27 ODI અને 32 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ઈશાને વનડેમાં બેવડી સદી પણ ફટકારી છે.