December 22, 2024

પંતની સાથે આ ખેલાડી 258 દિવસ પછી કરશે વાપસી

IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પંત ઘણા સમય પછી ટેસ્ટ મેચમાં વાપસી કરશે. પ્લેઈંગ 11નો તે ભાગ હશે તે પણ લગભગ નક્કી જોવા મળી રહ્યું છે. પંતની સાથે બીજો પણ એક ખેલાડી છે તે ઘણા સમય પછી ટેસ્ટ મેચમાં વાપસી કરશે.

લાંબા વિરામ બાદ મેદાનમાં
ટીમ ઈન્ડિયા 42 દિવસના લાંબા વિરામ બાદ મેદાન પર જોવા મળશે. આ મેચ દરમિયાન એવા ખેલાડીઓ પણ જોવા મળશે જે ઘણા સમય પછી ટેસ્ટ મેચમાં વાપસી કરશે. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ આ ટેસ્ટ મેચ માટે તૈયાર જોવા મળી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં તેમની પહેલી મેચ રમશે. આ મેચમાં ઘણા સ્ટાર ખેલાડીઓ પણ રમતા જોવા મળશે. પંત પણ ઘણા લાંબા સમય પછી વાપસી કરશે. પરંતુ શું તમને માહિતી છે કે પંત સિવાય પણ હજૂ એક ખેલાડી છે તે ટેસ્ટ મેચમાં વાપસી કરવાનો છો. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ કોહલી છે.

આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડીએ CPLમાં મચાવી તબાહી, 19 બોલમાં 52 રન

ખેલાડી વાપસી કરવા તૈયાર
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ આ મેચમાં પુનરાગમન કરશે. વિરાટનું પ્લેઈંગ 11માં સ્થાન નક્કી છે. તમને જણાવી દઈએ કે છેલ્લી ટેસ્ટ મેચ 258 દિવસ પહેલા 04 જાન્યુઆરી 2024ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે ટીમ ઇન્ડિયા માટે ODI અને T20 બંને મેચ રમતો જોવા મળ્યો હતો. પરંતુ તે ઘણા સમયથી ટેસ્ટ ફોર્મેટથી દૂર જોવા મળી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચ રમી હતી. જોકે તે સમયે વિરાટને આરામ આપવામાં આવ્યો હતો. જોકે વિરાટની જગ્યાએ બીજા ખેલાડીઓને તક મળી છે. વિરાટ પોતાની નવી ઇનિંગની શાનદાર શરૂઆત માટે તૈયાર જોવા મળી રહ્યો છે.