IND vs BAN: આર અશ્વિન કપિલ દેવની સ્પેશિયલ ક્લબમાં પ્રવેશ્યો
IND vs BAN: ભારત અને બાંગ્લાદેશની પ્રથમ મેચમાં બાંગ્લાદેશના કપ્તાને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચ જેમ આગળ વધી તેમ જોતા એવું લાગ્યું કે આ નિર્ણય તેમનો ખરો છે. પરંતુ જેવી આર અશ્વિનની એન્ટ્રી થઈ તેનાથી સામે વાળી ટીમની આશાઓ ઉપર જાણે પાણી ફરી વળ્યું હતું. દ આર અશ્વિને શાનદાર બેટિંગ કરી અને ની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી હતી.
સમાવેશ કરવામાં આવ્યો
અશ્વિને તેની સદી 108 બોલમાં પૂરી કરી હતી. જેમાં તેણે 11 ફોર અને 2 શાનદાર સિક્સર ફટકારી. તે બેટિંગ કરીને બીજી સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ચેન્નાઈમાં અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. અશ્વિન હવે દિગ્ગજ ઓલરાઉન્ડરોની ક્લબમાં સામેલ થઈ ગયો છે. આ પહેલા આ ક્લબમાં ભારતના માત્ર કપિલ દેવનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચેન્નાઈમાં અશ્વિને 4 વખત 2 સદી ફટકારી અને 5 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો: અશ્વિન અને જાડેજાએ તોડ્યો 24 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ
ઓલરાઉન્ડર ખેલાડીઓ
ગારફિલ્ડ સોબર્સ – હેડિંગલી (2 સદી, 5 વિકેટ બે વખત), કપિલ દેવ – ચેન્નાઈ (2 સદી, 5 વિકેટ બે વખત), ક્રિસ કેર્ન્સ – ઓકલેન્ડ (2 સદી, બે વખત 5 વિકેટ), ઇયાન બોથમ – હેડિંગલી (2 સદી, 5 વિકેટ ત્રણ વખત), રવિચંદ્રન અશ્વિન – ચેન્નાઈ (બે સદી, ચાર વખત 5 વિકેટ) આ ઓલરાઉન્ડર ખેલાડીઓ જેણે ટેસ્ટમાં એક જ સ્થળ પર એકથી વધુ વખત 5 વિકેટ લીધી હોય અને એકથી વધુ વખત સદી ફટકારી છે.