December 26, 2024

ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુરમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ મેચ જીતી લીધી છે. આ વચ્ચે ક્રિકેટ એસોસિએશને કાનપુર ટેસ્ટ દરમિયાન મોટો નિર્ણય લીધો છે. UPCAએ આ મેચ દરમિયાન એક એવો નિર્ણય લીધો છે જે સાંભળીને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં વાંદરાઓના આંતકને ઘટાડવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. વાંદરાઓના આંતક ખૂબ જોવા મળી રહ્યો છે. વાંદરાઓ સ્ટેડિયમમાં આવતા દર્શકો પાસેથી ખાવા-પીવાથી લઈને મોબાઈલ ફોન સુધીની અન્ય વસ્તુઓ છીનવી લેતા હતા. જેને ધ્યાનમાં રાખીને ક્રિકેટ બોર્ડે એક અનોખું પગલું ભરી લીધું છે.

વાંદરાઓને મળી મોટી જવાબદારી
એક મીડિયાએ આપેલા અહેવાલ પ્રમાણે મેદાન પર આવેલા દર્શકો પાસેથી સામાન છીનવી લેતા વાંદરાઓથી તેમને બચાવવા માટે બબૂન રાખવામાં આવ્યા છે. મેદાનમાં સુરક્ષા માટે ગાર્ડ હાજર હોવા છતાં, સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે બબૂનને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. વાંદરાઓના આતંકથી બચાવવા માટે તેમણે તેમની સંભાળ માટે સામે લંગુર રાખવામાં આવ્યા છે. કપૂરે એ પણ જણાવ્યું કે સ્ટેન્ડમાં હાજર વાંદરાઓને વાંદરાઓ ખૂબ જ પરેશાન કરે છે અને તેમનો ખોરાક છીનવાઈ જવાનો સૌથી વધુ જોખમ હોય છે.

આ પણ વાંચો: ના ગિલ, ના હાર્દિક; આ ક્રિકેટર અનન્યા પાંડેનો ક્રશ

અન્ય સમસ્યાઓ આવી સામે
કાનપુરમાં મેચ શરૂ થતા પહેલા સ્ટેડિયમમાં ઘણી સમસ્યા સામે આવી છે. વરસાદના કારણે મેચમાં ઘણી સમસ્યાઓ થઈ રહી હતી. મેચના પહેલા દિવસે ખાલી 35 દિવસની ઓવર રમાઈ હતી. જ્યાં બાંગ્લાદેશની ટીમે ત્રણ વિકેટ ગુમાવી હતી અને 107 રન બનાવમાં સફળ રહ્યી હતી. મેચના બીજા દિવસે ભારે વરસાદ જોવા મળ્યો હતો.