IND vs BAN: ભારત બાંગ્લાદેશને માત આપવા માટે છે તૈયાર પરંતુ ટીમ ઈન્ડિયાને માથે આ ટેન્શન’

IND vs BAN: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં આજે પહેલો મુકાબલો બાંગ્લાદેશની સામે કરશે. ટીમની કમાન રોહિતની હાથમાં છે અને જીત માટે ચોક્કસ પ્રયત્ન કરશે. હવે તમામ લોકોને સવાલ એ છે કે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં કોને સ્થાન આપવામાં આવશે. તમામની નજર પ્લેઇંગ 11 પર ટકેલી છે. અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે. આ બંનેમાંથી કોઈ એક ખેલાડીને બુમરાહની જગ્યાએ સ્થાન આપવામાં આવી શકે છે. આવો જાણીએ બંને ખેલાડીઓનું પ્રદર્શન.
હર્ષિતે ઈંગ્લેન્ડ સિરીઝમાં ડેબ્યૂ કર્યું
હર્ષિત રાણાએ ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં વનડે ડેબ્યૂ કર્યું કર્યું હતું. હર્ષિત રાણાએ અત્યાર સુધી રમેલી 3 વનડેમાં 6 વિકેટ લીધી છે. ગંભીર તેમના પર વિશ્વાસ બતાવી રહ્યા છે.
આ પણ વાંચો: IND vs BAN: દુબઈમાં ટોસ કેટલા વાગ્યે થશે, જાણો સંપૂર્ણ વિગત
અર્શદીપનું પ્રદર્શન
વર્ષ 2022 માં ટીમ ઈન્ડિયા માટે ODI ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો તેણે 9 ODI મેચમાં 14 વિકેટ લીધી હતી. T20માં ટીમમાં તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.T20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ ICC દ્વારા મળ્યો છે.