January 16, 2025

IND vs BAN: હસન મહમૂદે ભારતની ભૂમી પર સનસનાટી મચાવી દીધી

IND vs BAN: હસન મહમૂદે ચેન્નાઈ ટેસ્ટમાં પોતાની શાનદાર બોલિંગથી તમામને ચોંકાવી દીધા હતા. તેણે રોહિત શર્મા, શુભમન ગિલ અને પંત જેવા ખેલાડીઓને આઉટ કર્યા હતા. હસન મહમૂદ ત્યાંથી અટક્યો ના હતો તેણે જસપ્રિત બુમરાહને પણ આઉટ કર્યો હતો.

ચેન્નાઈમાં બાંગ્લાદેશના બોલરનું શાનદાર પ્રદર્શન
ચેન્નાઈ ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતીય ટોપ ઓર્ડરને એકલા હાથે આઉટ કરનાર હસન મહમૂદ બીજા દિવસે બુમરાહના રૂપમાં તેની 5મી વિકેટ પણ લેવામાં સફળ રહ્યો હતો. તેની ઉંમર 24 વર્ષની છે. તેણે ભારતની ભૂમી પર નવો ઈતિહાલ રચી દીધો છે. એક બાદ એક દિગ્ગજ ખેલાડીઓની વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી. હસને 22.2 ઓવર નાખી અને 5 વિકેટ લીધી હતી. આવું કરતાની સાથે તે 5 વિકેટ લેનારો બાંગ્લાદેશનો પ્રથમ બોલર બની ગયો છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર હસન મહમૂદ કોણ છે જેણે રોહિત, કોહલી અને ગિલને કર્યા ‘આઉટ’

ટેસ્ટમાં ભારતની ધરતી પર બાંગ્લાદેશી બોલરોનું શ્રેષ્ઠ પ્રદર્શન
5/83 – હસન મહમૂદ, ચેન્નાઈ, 2024
4/108 – અબુ ઝાયેદ, ઈન્દોર, 2019
3/55 – તસ્કીન અહેમદ, ચેન્નાઈ, 2024
3/85 – અલ-અમીન હુસૈન, કોલકાતા, 2019
3/91 – ઇબાદત હુસૈન, કોલકાતા, 2019
બાંગ્લાદેશી બોલર જેણે ભારત સામે ટેસ્ટમાં 5 વિકેટ લીધી હતી
6/132 – નૈમુર રહેમાન, ઢાકા, 2000
5/62 – શાકિબ અલ હસન, ચટ્ટોગ્રામ, 2010
5/63 – મેહદી હસન મિરાજ, મીરપુર, 2022
5/71 – શહાદત હુસૈન, ચટ્ટોગ્રામ, 2010
5/83 – હસન મહમૂદ, ચેન્નાઈ, 2024