IND vs BAN: બાંગ્લાદેશ સાથે રમવા અંગે BCCIએ મોટી જાહેરાત કરી, સંપૂર્ણ શેડ્યૂલ જાહેર

India vs Bangladesh: ઓગસ્ટ 2025માં ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો થયા બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 ODI અને 3 T20 મેચોની સિરીઝ રમાશે. આવો જાણીએ સંપૂર્ણ શેડ્યૂલ.

17 ઓગસ્ટથી શરૂ થશે વનડે સિરીઝ
આ પ્રવાસ 17 ઓગસ્ટથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ પ્રવાસની શરૂઆત વનડે સિરીઝ થશે, જેમાં 17, 20 અને 23 ઓગસ્ટના રોજ મેચો રમાશે, જ્યારે 26, 29 અને 31 ઓગસ્ટના રોજ ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. મીરપુર અને ચિત્તાગોંગ બધી મેચોનું આયોજન કરશે.

આ પણ વાંચો: સેકન્ડ હેન્ડ કાર ખરીદી કરવાનું વિચારી રહ્યા છો? આ કામ તાત્કાલિક કરો

આ બંને ટીમો વચ્ચેનો સંપૂર્ણ સમયપત્રક
પહેલી વનડે – 17 ઓગસ્ટ (મીરપુર)
બીજી વનડે – 20 ઓગસ્ટ (મીરપુર)
ત્રીજી વનડે – 23 ઓગસ્ટ (ચિત્તાગોંગ)

પહેલી T20 મેચ – 26 ઓગસ્ટ (ચિત્તાગોંગ)
બીજી T20 મેચ – 29 ઓગસ્ટ (મીરપુર)
ત્રીજી T20 મેચ – 31 ઓગસ્ટ (મીરપુર)

ભારત ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે
ભારત જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. 4 ઓગસ્ટના રોજ પુર્ણ થશે. ભારતની ઘરઆંગણેની સિઝન 2 ઓક્ટોબરે વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ સાથે શરૂ થશે, ત્યારબાદ તેઓ નવેમ્બર-ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ T20 મેચ રમશે.