IND vs BAN ટેસ્ટ સિરીઝને લઈને બાંગ્લાદેશ ટીમની જાહેરાત, આ નવા ખેલાડીને મળી તક

IND vs BAN: બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ પહેલા બાંગ્લાદેશ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશની ટીમ હવે ટીમ ઈન્ડિયા સામે શાનદાર પ્રદર્શનની આશા રાખી રહી છે.

ટીમમાંથી બહાર થઈ ગયો
બાંગ્લાદેશે અનકેપ્ડ બેટ્સમેન જાકર અલી અનિકનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શોરીફુલ ઈસ્લામને ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. જાકર અલી એક વિકેટકીપર-બેટ્સમેન છે અને તેણે બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 17 T20I મેચ રમ્યો છે. અત્યાર સુધીમાં તેના નામે 245 રન છે.

બાંગ્લાદેશની ટેસ્ટ ટીમ: મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, નઝમુલ શાંતો (કેપ્ટન), શાદમાન ઇસ્લામ, ઝાકિર હસન, મેહદી મિરાજ, ઝખાર અલી અનિક, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા, તૈજુલ ઈસ્લામ, મહમુદુલ હસન જોય, નઈમ હસન, ખાલિદ અહેમદ

આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ખેલાડીએ CPLમાં મચાવી તબાહી, 19 બોલમાં 52 રન

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, પંત (વિકેટેઇન), ધ્રુવ જુરેલ (વિકેટકીન), આર અશ્વિન, આર. જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ,જસપ્રિત બુમરાહ, યશ દયાલ.

ભારત VS બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ

  • 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર: બીજી ટેસ્ટ, ગ્રીન પાર્ક સ્ટેડિયમ; કાનપુર
  • 19 થી 23 સપ્ટેમ્બર: 1લી ટેસ્ટ, એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ; ચેન્નાઈ