December 23, 2024

અશ્વિને તોડ્યો સચિન તેંડુલકરનો આ રેકોર્ડ

IND vs BAN: ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે મેચ જીતી લીધી છે. આ મેચમાં અશ્વિનનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે 113 રન બનાવ્યા હતા અને 6 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિને ચેન્નાઈના મેદાન પર રમાયેલી બાંગ્લાદેશ સામેની 2-મેચની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ મેચમાં બોલ અને પછીની મેચમાં બેટિંગ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ખાસ બાબતમાં પાછળ છોડી દીધો
રવિચંદ્રન અશ્વિનનું ચેન્નાઈના મેદાન પર રમાયેલી બાંગ્લાદેશ સામેની 2-મેચની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. પ્રથમ ઈનિંગમાં સદી ફટકારવાની સાથે 113 રન બનાવ્યા હતી. બોલિંગમાં તેણે મેચની ચોથી ઈનિંગમાં કુલ 6 વિકેટ લીધી હતી. અશ્વિનને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. તેના શાનદાર પ્રદર્શન પછી તેણે સચિન તેંડુલકરને પણ એક ખાસ બાબતમાં પાછળ છોડી દીધો છે.

ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ મેન ઓફ ધ મેચ પ્લસ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ

રવિચંદ્રન અશ્વિન – 20 (10 મેન ઓફ ધ મેચ + 10 પ્લેયર ઓફ ધ સિરીઝ)

સચિન તેંડુલકર – 19 (14 મેન ઓફ ધ મેચ + 5 પ્લેયર ઓફ ધ સિરીઝ)

રાહુલ દ્રવિડ – 15 (11 મેન ઓફ ધ મેચ + 4 પ્લેયર ઓફ ધ સિરીઝ)

અનિલ કુંબલે – 14 (10 મેન ઓફ ધ મેચ + 4 પ્લેયર ઓફ ધ સિરીઝ)

વિરેન્દ્ર સેહવાગ – 13 (8 મેન ઓફ ધ મેચ + 5 પ્લેયર ઓફ ધ સિરીઝ)

વિરાટ કોહલી – 13 (10 મેન ઓફ ધ મેચ + 3 પ્લેયર્સ ઓફ ધ સિરીઝ)

આ પણ વાંચો: રિષભ પંતનું 638 દિવસ બાદ પુનરાગમન, તોડ્યો ‘ગબ્બર’નો રેકોર્ડ

સૌથી વધુ એવોર્ડ જીતનાર ભારતીય
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં અશ્વિને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 10 મેન ઓફ ધ મેચ અને 10 પ્લેયર ઓફ ધ સિરીઝના એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. સચિને ટેસ્ટમાં 14 મેન ઓફ ધ મેચની સાથે 5 પ્લેયર ઓફ ધ સિરીઝના એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આવી સ્થિતિમાં અશ્વિનના નામે આ બંને એવોર્ડની કુલ સંખ્યા 20 થઈ ગઈ છે.