IND vs BAN: ટીમ ઈન્ડિયા વધારી શકે છે બાંગ્લાદેશનો માથાનો દુખાવો, આ છે રેકોર્ડ

IND vs BAN: T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં ભારત તેની બીજી મેચ બાંગ્લાદેશ સામે 22 જૂન રમવાની છે. તમને જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટક્કર એન્ટિગુઆમાં થશે. ટીમ ઈન્ડિયા સામે બાંગ્લાદેશનો રેકોર્ડ ખુબ ખરાબ જોવા મળી રહ્યો છે.
બંને ટીમો છે તૈયાર
T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં ભારત તેની બીજી મેચ બાંગ્લાદેશ સામે 22 જૂનના રમાવાની છે. બાંગ્લાદેશને તેની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હાર મળી હતી. જો 22 જૂનના રમાવાની છે તે મેચમાં પણ બાંગ્લાદેશ હારી જશે તો તેનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ જશે. તમને જણાવી દઈએ ભારત સામે બાંગ્લાદેશનો રેકોર્ડ ખરાબ જોવા મળી રહ્યો છે. , T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બંને ટીમો કુલ 13 વખત આમને સામને ટકરાયા છે. જેમાં ભારતની ટીમે 12 મેચમાં જીત મેળવી છે. તો બાંગ્લાદેશ માત્ર એક મેચ જીતી શકી છે. જેના કારણે ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. બંને ટીમો 2009, 2014 અને 2016ના T20 વર્લ્ડ કપમાં આમને સામને આવી ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ 2009માં 25 રનથી જીત પ્રાપ્ત કરી હતી. 2009માં 25 રનથી જીત અને 2014માં ભારતે બાંગ્લાદેશ પર આઠ વિકેટે જીત મેળવી હતી. વર્ષ 2016માં ટીમ ઈન્ડિયાએ એક રનથી જીત મેળવી હતી.
આ પણ વાંચો: રોહિતથી આગળ નિકળી ગયો ‘કિંગ કોહલી’, 3 બેટ્સમેન જ કરી શક્યા છે આવું
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે હોઈ શકે છે
ભારતની પ્લેઈંગ ઈલેવન: સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: શાકિબ અલ હસન, તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, મેહદી હસન, રિશાદ હુસૈન, તનજીદ હસન, લિટન દાસ (વિકેટ-કીપર), નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તસ્કીન અહેમદ, તનજીદ હસન શાકિબ, મુસ્તફિઝુર રહેમાન.