December 27, 2024

IND vs BAN: કાનપુરમાં ફરી વરસાદ શરૂ, બંને ટીમ હોટેલમાં પરત ફરી

India vs Bangladesh 2nd Test Day: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ કાનપુરમાં રમાવાની છે. વરસાદના કારણે પહેલી મેચ પણ ખાલી 35 ઓવરની જ રમાઈ હતી. આજના દિવસે ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાવાની છે. આ મેચ પણ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પહેલા દિવસે પણ વરસાદના કારણે અટકાવી દેવામાં આવી હતી. બીજા દિવસે જેવી મેચ શરૂ થવાનો સમય થયો વરસાદે જાણે નાટક શરૂ કર્યા હોય તેવું જોવા મળ્યું.

બંને ટીમો મેદાનમાંથી હોટલ પરત
બીજા દિવસે કાનપુરમાં ફરી વરસાદ શરૂ થયો છે. ક્રિકેટ ચાહકો આ મેચની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમાં પણ વરસાદ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી, લોકો આ વરસાદને બંધ થવાની રાહ જોઈ રહ્યા છે. હાલ બંને ટીમ હોટલ પર પરત ફરી છે. કહેવામાં આવી રહ્યું છે કે લંચ સુધી મેચ શરૂ કરવી મુશ્કેલ છે કારણ કે વરસાદ સારો પડી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે લંચ પછી પણ મેચ રમાઈ છે કે નહીં કારણ કે હાલ તો કોઈ એવી સંભાવનાઓ નથી કે લંચ પહેલા મેચ રમાઈ શકે.

આ પણ વાંચો: હરિયાણા ચૂંટણી પહેલા વિનેશ ફોગાટનું મોટું નિવેદન

બંને ટીમના પ્લેઇંગ ઇલેવન

ઈન્ડિયા (પ્લેઈંગ) ઈલેવન: કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, પંત (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશ (પ્લેઈંગ ઈલેવન): મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહિદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, હસન મહમૂદ, ખાલિદ અહેમદ.