December 23, 2024

IND vs BAN: બુમરાહે ત્રીજી વિકેટ લીધી, બાંગ્લાદેશની ટીમ ઓલઆઉટની નજીક

India vs Bangladesh 1st Test Day 2 Live: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે. ભારતીય ટીમનો પ્રથમ દાવ 376 રન પર પુરો થઈ ગયો હતો. બીજા દિવસે ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ પહેલા સેશનમાં જ આઉટ થઈ ગયા હતા. અશ્વિને પ્રથમ દાવમાં સૌથી વધુ 113 રનની ઇનિંગ્સ રમતો જોવા મળ્યો હતો. બીજા દિવસે બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે 3 વિકેટ ઝડપી હતી.

અશ્વિનની શાનદાર સદી
આર અશ્વિને પહેલા દિવસે શાનદાર સદી ફટકારી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા. બીજા દિવસે પણ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારું જોવા મળી રહ્યું છે. આજના દિવસે બોલિંગમાં ટીમ ઈન્ડિયાની સારી શરૂઆત જોવા મળી હતી. . જસપ્રીત બુમરાહે આ મેચમાં ત્રીજી સફળતા પ્રાપ્ત કરી છે. હસન મહમૂદના રૂપમાં બાંગ્લાદેશની ટીમને આઠમો ફટકો લાગ્યો છે. હસને માત્ર 9 રન બનાવ્યા હતા અને તે આઉટ થઈ ગયો હતો.

આ પણ વાંચો: અશ્વિન અને જાડેજાએ તોડ્યો 24 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ

ભારત- રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, પંત (વિકેટકીપર)

બાંગ્લાદેશ- મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), શાદમાન ઇસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મેહિદી હસન મિરાજ, હસન મહમૂદ, તસ્કીન અહેમદ, નાહીદ રાણા.