June 28, 2024

IND vs AUS Weather: ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં વરસાદ પડશે?

India vs Australia Weather Report: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મુકાબલો થવાનો છે. આ મેચનું આયોજન સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આ મેચ વચ્ચે ચિંતાનું કારણ એ છે વરસાદ. જો વરસાદ પડશે તો આજની મેચની મજા બગાડશે. આવો જાણીએ કે આજનું વેધર કેવું રહેશે.

હવામાન કેવું રહેશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ટોટલ 31 મેચ રમાઈ છે. જેમાં 19 વાર ઓસ્ટ્રેલિયન ટીમની જીત થઈ છે અને ભારતની 11 વખત જીત થઈ છે. T20 વર્લ્ડ કપમાં બંને વચ્ચે 5 મેચ રમાઈ છે. જેમાં ભારતની 3 વખત જીત અને ઓસ્ટ્રેલિયાએ 2 મેચમાં જીત થઈ છે. આજની મેચ દરમિયાન હવામાન ખરાબ રહેવાની સંભાવના વધારે છે. વરસાદની સંભાવનાઓ 56 ટકા છે. આવી સ્થિતિમાં મેચ રદ થશે તો બંને ટીમને એક-એક પોઈન્ટ આપી દેવામાં આવશે. જો આવું થશે તો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી જશે અને ઓસ્ટ્રેલિયાના કુલ માત્ર ત્રણ પોઈન્ટ હશે. જેના કારણે આ પછી તેણે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચો પર નિર્ભર રહેવાનો વારો આવશે.

આ પણ વાંચો: IND vs AUS મેચ પર મોટો ખતરો, જો મેચ રદ થશે આ ટીમને નુકસાન

બંને ટીમોમાંથી 11 ખેલાડીઓ રમી શકે છે 

ભારત- સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંઘ.

ઓસ્ટ્રેલિયા- ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, એશ્ટન અગર,ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝમ્પા.