ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે થશે દુબઈમાં ટક્કર, જાણો સેમિફાઇનલની પિચ

IND vs AUS: ટીમ ઈન્ડિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ મેચ રમાવાની છે. ઓસ્ટ્રેલિયા વરસાદને કારણે તેની છેલ્લી બે મેચ પૂર્ણ કરી શક્યું નથી. ત્યારે આ બંને ટીમનો મુકાબલો ખૂબ મુશ્કેલ રહેવાનો છે. આવો જાણીએ સેમિફાઇનલની પિચ અને હવામાન રિપોર્ટ વિશે.
પિચ અને હવામાન અહેવાલ
4 માર્ચેના દિવસે વરસાદની કોઈ સંભાવનાઓ જોવા મળી રહી છે. આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ દિવસે દુબઈનું તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે. પીચની વાત કરવામાં આવે તો નવો બોલ ઝડપી બોલરોને મદદ કરે છે. આ પીચ પર સેટ બેટ્સમેન માટે રન બનાવવા સરળ છે.
Who's making the final of #ChampionsTrophy 2025? 🤔 pic.twitter.com/0Zh787YjhF
— ICC (@ICC) March 3, 2025
આ પણ વાંચો: શું ટીમ ઈન્ડિયાને દુબઈની પીચનો મળી રહ્યો છે, કેપ્ટન રોહિત શર્માએ આપ્યો જવાબ
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ 11
ટીમ ઈન્ડિયા – વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા ટીમ- જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશીસ, નાથન એલિસ,જેક ફ્રેઝર-મેકગર્ક, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, એડમ ઝામ્પા, સ્પેન્સર જોહ્ન્સન, સીન એબોટ.