ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા રાહુલ થયો ઈજાગ્રસ્ત, ટીમ ઈન્ડિયાને મોટો ફટકો
IND vs AUS: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પર છે. ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટની સિરીઝ રમી રહ્યો છે. સિરીઝની આગામી મેચ 26 ડિસેમ્બરે મેલબોર્નમાં રમાવાની છે. જ્યાં ટીમ ઈન્ડિયા જીત માટે પ્રયત્ન કરશે. જોકે આ કામ સરળ નહીં હોય. આ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીનું સંસદસભ્યપદ ખતરામાં? જાણો શું છે સમગ્ર મામલો
હાથમાં બોલ વાગી ગયો
ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ચોથી મેચ પહેલા ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરી રહી હતી. આ સમયે રાહુલના હાથમાં બોલ વાગી ગયો હતો. આ પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ પરેશાન જોવા મળી રહ્યા હતા. રાહુલની સારવાર ફિઝિયોએ કરી હતી. બીસીસીઆઈ દ્વારા કોઈ ચોક્કસ માહિતી તેની ઈજાને લઈને કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ જો આ ઈજા મોટી હશે તો રાહુલ મેચ રમી નહીં શકે. જો તે નહીં રમી શકે તો ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે.