January 23, 2025

IND vs AUS મેચ પર મોટો ખતરો, જો મેચ રદ થશે આ ટીમને નુકસાન

IND vs AUS T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024 ની 51મી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે રમાવાની છે. આ મેચની રાહ દરેક ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે. કારણ કે સેમિફાઇનલની રેસને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે આ મેચ ખાસ રહેશે. આ મેચ દરમિયાન વરસાદ પડવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. જો વરસાદ પડશે તો ચોક્કસ એક ટીમને નુકસાન વેઠવાનો વારો આવશે. તમને જણાવી દઈએ આ મેચ સેન્ટ લુસિયામાં રમાવાની છે.

મેચ પર મોટો ખતરો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ 24 જૂને એટલે કે કાલે રમાવાની છે. જો સ્થાનિક સમયની વાત કરવામાં આવે તો સવારે 10.30 વાગ્યે શરૂ થશે. જો ભારતીય સમયની વાત કરવામાં આવે તો રાત્રે 8 વાગ્યાથી આ મેચ રમાશે. પરંતુ આ મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સેન્ટ લુસિયામાં સવારે વરસાદની 55 ટકા સંભાવના છે અને તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Team India Records: ભારતીય ટીમે જીત સાથે રચ્યો ઇતિહાસ

કઈ ટીમને નુકસાન થશે?
જો મેચ દરમિયાન વરસાદ પડશે તો કંઈ ટીમને નુકસાન થશે. તો તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી મેચ વરસાદના કારણે રદ્દ થશે તો બંને ટીમોના ખાતામાં એક-એક ઉમેરી દેવામાં આવશે. આ સાથે જ ભારતીય ટીમ 5 પોઈન્ટ સાથે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ જશે. અફઘાનિસ્તાન તેની છેલ્લી મેચમાં બાંગ્લાદેશને હરાવશે તો તેના 4 પોઈન્ટ એડ થઈ જશે. આ સાથે ઓસ્ટ્રેલિયાની આ ટૂર્નામેન્ટમાં સફર પુર્ણ થઈ જશે.

બંને ટીમના ખેલાડી

ભારત: સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ-કીપર), સંજુ સેમસન (વિકેટ-કીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા: કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, મિચેલ માર્શ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.