સતત 14 વખત ટૉસ હાર્યો શર્મા, ટીમ ઈન્ડિયાની આજે અગ્નિપરીક્ષા

IND vs AUS: આજે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ છે. સેમિફાઇનલમાં ફરી ટૉસ રોહિત હારી ગયો છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે. પરંતુ ટીમ ઈન્ડિયા ટીમ ઈન્ડિયાએ સતત 14મો ટૉસ હાર્યો હતો. હવે મોટો સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાને ટૉસ હારવાથી ફાયદો થશે કે નહીં?
14 CONSECUTIVE TOSSES LOSS FOR INDIA IN ODIS. 🤯 pic.twitter.com/MrtsNfNmEP
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025
આ પણ વાંચો: IND vs AUS: ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ ફાઇનલમાં અપાવી શકે છે ટિકિટ
શર્મા ફરી એકવાર ટૉસ હારી ગયો
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી વાર ટૉસ હારી ગયો છે. આવું સતત 14મી વખત થયું છે. હવે મોટી વાત એ છે આખી ટુર્નામેન્ટમાં રોહિત ટૉસ હાર્યો છે. પરંતુ તેનું પરિણામ જીતમાં બદલાઈ જાય છે. હવે એ જોવાનું રહેશે રસપ્રદ રહેશે કે ટૉસ હારવાથી ભારતને ફાયદો થાય છે કે નહીં.