December 26, 2024

KL રાહુલને ટીમ ઈન્ડિયામાં નહીં મળે હવે સ્થાન, આ છે ત્રણ મોટા કારણો

IND vs AUS: ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થવાની છે. પરંતુ હવે ચર્ચા એ છે કે ટીમ ઈન્ડિયામાં હવે કેએલ રાહુલને સ્થાન મળશે કે નહીં. એવા ઘણા કારણો છે કે જેનાથી રાહુલને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.

બેટ્સમેન તરીકે સતત ફ્લોપ
કેએલ રાહુલ બેટ્સમેન તરીકે સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તે ફ્લોપ સાબિત થયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયા A સામે પણ તે ફ્લોપ સાબિત થયો હતો. ક્રિકેટ ચાહકોને આશા હતી કે તે ઓસ્ટ્રેલિયા A સામે ફોર્મમાં પરત ફરશે. પરંતુ એવું થયું નથી. ચાહકોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. રાહુલના સતત આવા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એવું લાગી રહ્યું છે કે તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

આ ખેલાડીએ રાહુલનું ટેન્શન વધાર્યું!
એક તરફ કેએલ રાહુલ સતત નિરાશાજનક પ્રદર્શન કરી રહ્યો છે. બીજી બાજૂ ધ્રુવ જુરેલ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામે ધ્રુવ જુરેલે શાનદાર ઇનિંગ રમી હતી. ધ્રુવ જુરેલે પોતાના પ્રદર્શનથી સાબિત કરી બતાવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલની જગ્યાએ ધ્રુવ જુરેલને સ્થાન આપવામાં આવી શકે છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં એકવાર ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.