January 16, 2025

IND vs AUS: બુમરાહે ઓસ્ટ્રેલિયામાં બનાવ્યો રેકોર્ડ, આવું કરનાર માત્ર બીજો ભારતીય

Jasprit Bumrah Wickets In Australia: ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત સામેની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી જસપ્રીત બુમરાહનું પ્રદર્શન ખાસ સારું જોવા મળ્યું હતું. તેણે પ્રથમ દાવમાં જ 6 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે મોટો રેકોર્ડ બનાવ્યો હતો. આવું કરનારો તે બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આવો જાણીએ કે જસપ્રીત બુમરાહે શું રેકોર્ડ બનાવ્યો.

સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ભારતીય બોલરો
જસપ્રિત બુમરાહે ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી. શાનદાર પ્રદર્શનની સાથે તેણે બોલિંગમાં તેણે ઓસ્ટ્રેલિયામાં તેની 50 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. 50 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનારો માત્ર બીજો ભારતીય બન્યો હતો. જસપ્રિત બુમરાહે પહેલા આવું કપિલ દેવે કર્યું છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર કપિલ દેવે 51 ટેસ્ટ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ભારતીય બોલરોની વાત કરવામાં આવે તો કપિલ દેવ- 51 વિકેટ, જસપ્રીત બુમરાહ- 50 વિકેટ, અનિલ કુંબલે- 49 વિકેટ, રવિચંદ્રન અશ્વિન – 40 વિકેટ, બિશન સિંહ બેદી- 35 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: રાજનેતા ઉતર્યા રમતના મેદાનમાં, અનુરાગનું ઓલ રાઉન્ડર જેવું પરફોર્મન્સ

WTC 2023-25માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
મિચેલ સ્ટાર્ક-61 વિકેટ
જસપ્રીત બુમરાહ – 63 વિકેટ
રવિચંદ્રન અશ્વિન – 63 વિકેટ
જોશ હેઝલવુડ-57 વિકેટ
પેટ કમિન્સ-58 વિકેટ