December 25, 2024

ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, રોહિત શર્મા આજે ઓસ્ટ્રેલિયા પહોંચશે

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે. પ્રથમ મેચમાં શાનદાર બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બીજા દિવસની વાત કરવામાં આવે તો રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 172 રન બનાવી લીધા હતા. આ વચ્ચે હવે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો: ભાજપને જીતનો છે પૂરો ભરોસો, BJP મુખ્યાલયમાં મૂકાયા જલેબીના બકડીયા

ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર
પર્થમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ પુર્ણ થવાને હજૂ ઘણો સમય બાકી છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો છે. તમને જણાવી દઈએ કે રોહિતના ઘરે પુત્રનો જન્મ થયો છે. જેના કારણે તે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ માટે ઓસ્ટ્રેલિયા જઈ શક્યો ન હતો. તેની ગેરહાજરીમાં બુમરાહ ટીમની કમાન સંભાળી રહ્યો હતો. રોહિત ઓસ્ટ્રેલિયા પહોંચતા જ બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે.