February 23, 2025

રોહિતની કેપ્ટનશિપ પર જસપ્રીત બુમરાહે કહી આ વાત

IND vs AUS: સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચ આજે રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ખરાબ પ્રદર્શનના કારણે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં મેદાનમાં ઉતર્યો ના હતો. ગઈ કાલે એવા સમાચારો સામે આવ્યા કે રોહિત શર્માને ટેસ્ટ મેચમાંથી દૂર કરી દેવામાં આવ્યો છે. જોકે ટોસ સમયે બુમરાહે કહ્યું કે રોહિતે પોતાને ટેસ્ટમાંથી આરામ આપ્યો છે.

બુમરાહે રોહિત પર કહી આ વાત
બુમરાહે ટોસ જીત્યા પછી કહ્યું કે અમે આ સિરીઝમાં સારું રમ્યા છીએ. આ મેચ ઘણી રોમાંચક રહી હતી. અમારા કેપ્ટને આ મેચમાં આરામ કરવાનું પસંદ કરીને નેતૃત્વ કૌશલ્ય દર્શાવ્યું છે. આ દર્શાવે છે કે આ ટીમમાં ઘણી એકતા છે. કોઈ સ્વાર્થ નથી. ટીમના હિતમાં જે પણ હશે, અમે તે જ કરવાનો પ્રયાસ કરીશું. હાલ રોહિત આરામ પર છે અને આકાશ ઈજાગ્રસ્ત થયો છે. જેના કારણે કૃષ્ણને પ્લેઈંગમાં સામેલ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: રાષ્ટ્રીય રમત પુરસ્કારની જાહેરાત, મનુ ભાકર-ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ધ્યાનચંદ એવોર્ડ 

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), સેમ કોન્સ્ટાસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

 ભારતની પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ, વિરાટ કોહલી, પંત (વિકેટમેન), રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ (સી), પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.