બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર્યા બાદ કેપ્ટન બુમરાહે કહી આ વાત
IND vs AUS: જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાને સિડની ટેસ્ટમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હાર મળતાની સાથે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. હાર બાદ જસપ્રીત બુમરાહે શું કહ્યું. આવો જાણીએ.
આ પણ વાંચો:ઈઝરાયેલે ફરી ગાઝાને નિશાન બનાવ્યું, 24 કલાકમાં 59 લોકોના મોત
જસપ્રીત બુમરાહે કહી આ વાત
જસપ્રીત બુમરાહે કહ્યું કે આવી વિકેટ પર બોલિંગ ન કરી શકવી એ નિરાશાજનક છે. અમારી ટીમમાં એક બોલર ઓછો હતો જેના કારણે બીજા બોલરોને વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સિરીઝમાં આપણને ઘણું શીખવા મળ્યું છે. જે ભવિષ્યમાં અમારા માટે ઉપયોગી બનશે. બુમરાહે વધુમાં કહ્યું કે ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ ઉત્સાહથી ભરેલા છે. ઓસ્ટ્રેલિયાને અભિનંદન, તેઓ આ જીતના હકદાર છે. જસપ્રીત બુમરાહે સિરીઝમાં હાર બાદ નિરાશા વ્યક્ત કરી હતી પરંતુ તેની ઈજા અંગે કોઈ અપડેટ આપી ન હતી.