December 21, 2024

જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં થયો હંગામો, જાણો શું છે સમગ્ર મામલો

IND vs AUS 4th Test Ravindra Jadeja: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાશે. જેના માટે ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમે 21 ડિસેમ્બરે MCG ખાતે તેનું પ્રથમ પ્રેક્ટિસ સેશન શરૂ કરી દીધું છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન મીડિયાને સંબોધન કર્યું છે. જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં હંગામો થયો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીનું સંસદસભ્યપદ ખતરામાં? જાણો શું છે સમગ્ર મામલો

જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં હંગામો
ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જેમાં આજના દિવસે એમસીજી ખાતે પ્રથમ પ્રેક્ટિસ સેશન શરુ કર્યું છે. રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન મીડિયાને સંબોધન કર્યું છે. ઓસ્ટ્રેલિયન પત્રકારો જાડેજાને અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવા લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા જાડેજાથી એકદમ નારાજ જોવા મળ્યું હતું. ભારતીય ટીમના મીડિયા મેનેજર મૌલિન પરીખે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ પીસી માત્ર ભારતીય મીડિયા માટે છે. પરંતુ તેઓ સમજ્યા ના હતા અને તેઓ નારાજ જોવા મળી રહ્યા હતા.