December 23, 2024

IND vs AFG: રોહિત શર્માએ જીત બાદ આ ખેલાડીઓના કર્યા વખાણ

IND vs AFG: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8માં પહેલી જીત મેળવી લીધી છે. અફઘાનિસ્તાન સામેની મેચમાં 47 રને જીત પ્રાપ્ત કરી લીધી છે. આ મેચ દરમિયાન જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા જોવા મળી હતી. રોહિત શર્માએ જીત બાદ સૂર્યા અને બુમરાહના વખાણ કરતા જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યા વિશે કહ્યું શું આવો જાણીએ.

રોહિત શર્માએ કહ્યું આ
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની જીત બાદ કહ્યું કે અમે અમારું આયોજન સારી રીતે કર્યું છે. અમને જે જે પ્રકારની પરિસ્થિતિઓ મળી છે તે પ્રમાણે અમે અમારી જાતને અનુકૂલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દરેક ખેલાડીએ પોતપોતાની જવાબદારીઓ પૂરી કરી છે. રોહિત શર્માએ વધુમાં કહ્યું કે એક સમયે અફઘાનિસ્તાન સામેની આ મેચમાં ભારતીય ટીમ માટે 150 રન બનાવવું ખૂબ જ મુશ્કેલ જોવા મળી રહ્યું હતું. પરંતુ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ભાગીદારીના કારણે ટીમને 181 રન સુધી પહોંચાડવામાં મદદ મળી હતી.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની વર્ષોની રાહનો અંત, World Cup 2024ની સુપર-8માં પ્રથમ જીત

ખેલાડીઓના વખાણ કર્યા
રોહિત શર્માએ ખેલાડીઓના વખાણ કર્યા હતા. કહ્યું કે છેલ્લી ઓવરોમાં સૂર્યા અને હાર્દિક વચ્ચેની ભાગીદારીએ આ મેચમાં અમને મજબૂત કર્યા છે. જસપ્રીત બુમરાહના વખાણ કરતા કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે જસપ્રીત બુમરાહ શું કરી શકે છે. ભવિષ્યની મેચમાં જો અમને લાગે છે કે ત્રણ ઝડપી બોલરોને રમાડવામાં આવે તો અમે તેના માટે પણ રેડી છીએ. ભારતીય ટીમની જીત બાદ રોહિત શર્મા ખેલાડીઓના વખાણ કરતા જોવા મળ્યા હતા.